HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના દલવાડી સર્કલ પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે દારૂ સાથે મુનાભાઇ બાવાભાઇ પરમાર ને પોલીસે પકડી પાડયો હતો.તે શખ્સ પાસેથી દારૂનો કુલ રૂ.260 જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને તે શખ્સ સામે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

(2)મોરબીના કાલિકા પ્લોટ પાસે દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ

મોરબીના કાલિકા પ્લોટ મોમાઈ ડેરીવાળી શેરી નાં નાકા પાસે દારૂ ના મુદામાલ સાથે એક મહિલાને પોલીસે પકડી પાડી હતી.તે મહિલા પાસેથી બાચકામાં ગેરકાયદેસર દારૂ નો કુલ રૂ.600 નો મુદામાલ મોરબી સીટી-એ ડીવીઝન પોલીસે કબ્જે કરી અને તે મહિલા વિરુદ્ધ દારૂ મામલે ગુનાની નોધણી કરી હતી.

(3)મોરબીના વાવડી રોડ પાસે ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સો પકડાયા

મોરબીના વાવડીરોડ શકિતધામ મંદીર સામે ઈંગ્લીશ દારૂ સાથે ભાવીનભાઇ કાનજીભાઇ મકવાણા અને સલીમ જુસબભાઇ કટીયા આ બને શખ્સ ને પોલીસે પકડી પાડ્યા હતા.આ બને યુવક પાસેથી રાજસ્થાન થી લાવેલ દારૂ કુલ રૂ.4,800 નો મુદામાલ પોલીસે જપ્ત કરાયો હતો.આ બને શખ્સો સામે દારૂ વહેંચવા અંગે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

(4)હળવદના ચુંપણી ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના ચુંપણી ગામમાં હળવદ પોલીસે બાતમી આધારિત રેઇડ પાડતા ધીરૂભાઇ કેશુભાઇ વાજેલીયાના રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો હતો.હળવદ પોલીસે તેની પાસેથી દારૂ કુલ રૂ.8,000 નો મુદ્દામાલ મળ્યો હતો.પોલીસે આ મુદામાલ ને જપ્ત કરી તે શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5)મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતો એક શખ્સ પકડાયો

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે બાબુભાઇ ગોવિંદભાઇ રાવા એ તેની જીજે-36-ડબ્લ્યુ-0380 ના નંબરની સીએનજી રિક્ષા જાહેર માર્ગ પાર અન્ય ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલી સર્જાય તે રીતે રિક્ષા મૂકી રાખતા તેની સામે મોરબી તાલુકા પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW