Thursday, May 16, 2024
HomeGujaratમોરબીમાં 7 મેં ના રોજ મતદાન કરનાર મતદાતાને અલગ અલગ હોટેલ્સમાં બીલ...

મોરબીમાં 7 મેં ના રોજ મતદાન કરનાર મતદાતાને અલગ અલગ હોટેલ્સમાં બીલ પર 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ

મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી  અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરીના દિશા- નિર્દેશમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે .મોરબી જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહા પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર બની છે. મોરબી હોટલ એસો. ના હોદેદારોએ પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તેવા ઉદેશ્યથી વિવિધ હોટલોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે વિવિધ હોટલો તેમજ સંસ્થાઓ ચૂંટણી તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા છે.

મોરબીની હોટલ ફર્ન રેસિડેન્સી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતી કેળવાય અને મતદાન ની ટકાવારી વધે તેવા આશયથી લોકોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.મોરબીમાં હોટલ ફર્ન રેસિડેન્સીના જનરલ મેનેજર સુહાસ શ્રીમાળીના જણાવ્યા મુજબ લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા ગ્રાહકોને બૂકિંગ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે વ્યક્તિ મતદાન કર્યાનું પ્રૂફ બતાવશે તેઓને ફૂડ અને રૂમ બૂકિંગ પર ૧૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

મોરબીની SAVERA INN હોટલના માલિક મિતેશ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે લોકોને જાગૃત કરવાની આ પહેલમાં મોરબીના હોટલ માલિકો પણ જોડાયા છે. આગામી ૭ મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્યારે મતદાતાઓને  મતદાનના દિવસે શક્ય એટલું વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન કર્યા બાદ ઘરે જમવાનું બને એમ નથી તો હોટલ SAVERA INN ફૂડ ઉપર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે તેમજ તમે ક્યાંક બહારથી આવ્યા હોય અને મોડું થઈ ગયું હોય તો રોકાવા માટે રૂમમાં પણ અમારી હોટેલ ૧૦% ડિસ્કાઉન્ટ પ્રોવાઇડ કરશે
 ચૂંટણી વખતે લોકોને જાગૃત કરવાની આ પહેલમાં અમે મોરબીના હોટલ ના માલિકો પણ જોડાયા છીએ આગામી ૭ મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્યારે મોરબી અને ગુજરાતની જાહેર જનતાને વિનંતી કરું છું કે મતદાનના દિવસે શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન કરો.  અને જે કોઈપણ વ્યક્તિ અમને મતદાનનું પ્રૂફ બતાવશે તે વ્યક્તિને ૧૦ % ફુડ ઉપર ડિસ્કાઉન્ટ આપશે જેથી તમારો કિંમતી મત જરૂરથી આપજો અને એ મતનો પુરાવો અમને બતાવી આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવવા આપીલ મોરબીની સયાજી હોટલના માલિક રાજેશ પટેલે કરી હતી

મોરબીમાં જી.કે હોટલના મેનેજર માનસિંહજીએ ૭ મી મે ના રોજ અચૂક મતદાન કરવા મોરબી જિલ્લાના મતદાતાઓને અનુરોધ કર્યો હતો. અને લોકશાહીના પર્વમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જી.કે હોટલ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. જે અન્વયે કોઈપણ વ્યક્તિ મતદાન કર્યાનું પ્રુફ બતાવશે તેઓને ફૂડ પર ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,949FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW