Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના સિરામિક એસોસિએશનના સહયોગ શહેરમાં ૪૪ સ્થળે લાગેલા ૧૪૮ કેમેરા મેન્ટેનસના અભાવે...

મોરબીના સિરામિક એસોસિએશનના સહયોગ શહેરમાં ૪૪ સ્થળે લાગેલા ૧૪૮ કેમેરા મેન્ટેનસના અભાવે 3 વર્ષથી બંધ હાલતમાં

કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા તેમજ ગંભીર ગુનાના ઝડપથી ભેદ ઉકેલવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે.
મોરબી શહેરને સુરક્ષિત બનાવવાના અને જીલ્લા પોલીસને મદદરૂપ થવાના ઉદેશથી વર્ષ 2016માં મોરબી સિરામિક એશોસિએશનના રૂ ૩.૭૫ કરોડના આર્થીક સહયોગથી પોલીસ પબ્લિક પાર્ટનરશીપ અંતર્ગત શહેરના એન્ટ્રી-આંઉટ પોઈન્ટ, જાહેર ચોક વિસ્તાર,મુખ્ય બજાર,મહત્વના રોડ એવા કુલ અલગ અલગ 48 લોકેશન આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા અને તેમાં 148 જેટલા સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા હતા આ સીસીટીવી કેમેરા જે તે સમયમાં અતિ આધુનિક હતા આ પ્રોજેક્ટ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અમલમાં મુકવામાં આવ્યો હતોં તેને સેફર સીટી નામ આપવામાં આવ્યું હતું .આ પ્રોજેક્ટની શરૂઆત રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઇ ત્યારે તત્કાલીન સીએમ વિજય રૂપાણી દ્વારા કરાઈ હતી સિરામિક એસોસિએશન દ્બારા આ પ્રોજેક્ટના મેનેજમેન્ટ માટેની જવાબદારી જિલ્લા પોલીસને સોપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ અનેક ગુના ઉકેલવમાં મદદરૂપ બન્યો હતો

જયારે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો ત્યારે જે એજન્સી પાસેથી કેમેરા ખરીદવામાં આવ્યા હતા. તેની પાસે ઈંસ્ટોલેશન અને મેન્ટેન્સની જવાબદારી સોપવામાં આવી હતી જેનો સમયગાળો પાંચ વર્ષનો હતો. 2016થી 2021 પ્રોજેક્ટ બરાબર ચાલ્યો હતો.૫ વર્ષનો મેન્ટેનસ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદથી આ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે. સેફર સીટી પ્રોજેક્ટ મેન્ટેનસ અભાવે બંધ પડ્યો છે જે તે સમયે પોલીસ દ્વારા મોટા પાયે ઉદ્યોગકારો પાસેથી કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવી આટલા મોટા ઉપાડે પ્રોજેક્ટ તો કર્યો પણ તેની સાચવણીની જવાબદારી પૂર્ણ કરી શકી ન હતી જેના કારણે

આ પ્રોજેક્ટ બંધ થવા પાછળ એવું કારણ સામે આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વિડીયો ઇન્વિટીગ્રેટેડ એન્ડ સ્ટેટ વાઈદ એડવાન્સ સિક્યુરીટી (વિશ્વાસ) પ્રોજેક્ટ અમલમાં લાવી અને આખા ગુજરાતના નાના શહેરમાં સીસીટીવી પ્રોજેક્ટ લગાવવામાં આવી રહ્યા છે. અને તેના ઈંસ્ટોલેશન અને મેન્ટેનસ જવાબદારી સરકાર ના ગૃહ વિભાગ દ્વવારા સાંભળવામાં આવી રહી છે મોરબીમાં પણ આ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ સ્થળે કેમેરા લગાવવામાં આવતા હવે પોલીસને આ કેમેરાની જાણે જરુરીયાત ન રહી હોય તેમ તેના મેન્ટેન્સ કરવાનું યોગ્ય લાગ્યું ન હોય તેમ પોલીસે ફરી આ તમામ ૧૪૮ કેમેરા શરુ કરવા તસ્દી લીધી ન હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,965FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW