HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના પરા બજાર પાસે ટ્રાફિક ના નીયમ નો ભંગ કરતો એક શખ્સ પકડાયો

મોરબીના અશોક મેડીકલ પાસે, પરા બજાર મેઇન રોડ પર વિજયભાઈ અમરશીભાઈ ડુગસરા નામનો શખ્સે તેની GJ-36-W-1004 નંબર ની રિક્ષા જાહેર માર્ગ પર તેની રિક્ષા અન્ય રાહદારીઓને આવવા-જવા માટે અડચણરૂપ થતા તે રીતે મૂકી રાખતા મોરબી સીટી-એ-ડીવીઝન પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને દંડ વસુલવામાં આવ્યો હતો.

(2)માળીયાના વાગડિયા ઝાપા પાસે ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે વાહન રાખી મુકાતો શખ્સ પકડાયો

માળીયાના વાગડિયા ઝાપા પાસે સલીમભાઈ અબ્દુલભાઈ કટિયા એ તેની GJ-36-U-4657 નંબરની રિક્ષા જાહેર માર્ગ પર રાખી મુકતા અન્ય રાહદારીઓને મુશ્કેલી પડતા શખ્સની સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા મામલે માળીયા પોલીસે તેની ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.

(૩)હળવદના જંગરીવાસના નાકા પાસે વરલી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

હળવદના જંગરીવાસના નાકા પાસે તોફીક ગુલામહુસેન ભટ્ટી વર્લી ફીચર નો જુગાર રમતો પકડાયો હતો અને તેની પાસેથી કુલ રોકડા રૂ.૧૨૦૦/- પોલીસે જપ્ત કરી તેની વિરુદ્ધ જુગાર રમવા મામલે હળવદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(4)મોરબીના વાવડી રોડ પાસે દારૂ સાથે એક મહિલા પકડાઈ

મોરબીના શક્તિધામ પાસે આવેલ ગૌશાળા સામે વાવડીરોડ પરથી દારૂ સાથે દેવુબેન રાણીગભાઈ વાઘેલા એ ઝડપાઈ હતી.મોરબી સીટી-એ-ડિવિઝને બાતમીના આધારે વાવડી રોડ પાસે રેડ મારતા ત્યાંથી દારૂના કુલ રૂ.140 ના મુદામાલ સાથે પોલીસે દ્વારા પકડી પાડી હતી અને તેની વિરદ્ધ દારૂ વહેચવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.

(5)મોરબીમાં દેશી દારૂ ના જથ્થા સાથે બે ઈસમ ઝડપાયા

મોરબીના ગાળા ગામની સીમ પાસે આવેલ સેગમ સિરામિક પાસેથી દારૂ વહેચાણ મામલે ઈકબાલભાઈ કાદરભાઈ જામ નામના ઈસમને પોલીસે પકડી લીધો હતો.ઈકબાલભાઈ શખ્સ પાસેથી કુલ રૂ220 ના જથ્થા સાથે પકડાયો હતો.મોરબી તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની પાસે રહેલ દેશી દારૂ નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત મોરબીના નવાગામ જવાના રોડ પાસેથી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા યુવક ગેરકાયદેસર દેશી દારૂ વહેચતો પકડાયો હતો. આ યુવક પાસેથી દેશી દારૂ કુલ રૂ.220 ના જથ્થા સાથે ઝડપાયો હતો. મોરબી તાલુકા પોલીસે તેની પાસેથી પ્રાપ્ત જથ્થો જપ્ત કરી તેની વિરુદ્ધ ગુનાની નોંધણી કરી હતી.

(6)વાંકાનેરના સરતાન-માટેલ રોડ સેન્સો ચોકડી પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના સરતાન-માટેલ રોડ સેન્સો ચોકડી પાસે દારૂ ના મુદામાલ સાથે સુલેમાનભાઇ હુશેનભાઇ કુરેશી નામનો ઈસમ પકડાયો હતો.
સુલેમાનભાઈ પાસેથી ગેરકાયદેસર દેશી દારૂ નો મુદામાલ કુલ રૂ.340 સાથે પોલીસ દ્વારા તેને પકડી પડાયો હતો.વાંકાનેર પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW