(1)મોરબીના પૂનમ કેસેટ પાસે રોડ પર આડેધડ રીક્ષા પાર્ક કરનાર બે રીક્ષા ચાલક સામે કાર્યવાહી કરાઈ
મોરબીના પૂનમ કેસેટ પાસે દેવેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પીઠડીયા નામનો રિક્ષા ચાલક તેની જીજે-૩૬-યુ-૮૭૩૭ નંબરની સીએનજી રિક્ષા ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે જાહેર માર્ગો પર રાખી મુકતા મોરબી એ-ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડ્યો હતો. આ ઉપરાંત મોરબીના કાન્તીનગરમાં રહેતા સમીરભાઈ અબુભાઈ પલેજા નામના રીક્ષા ચાલકે પણ આ સ્થળે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રીક્ષાને પાર્ક કરતા જાહેર રસ્ત્તામાં આવવા જવા માટે અન્ય વાહન ચાલકોને તકલીફ પડતી હતી.જેથી પોલીસે ટ્રાફિકના નિયમનું ભંગ કરતા સમીરભાઈ પકડી પાડ્યો હતો અને બન્ને વિરુદ્ધ ટ્રાફિક નિયમન ભંગ બદલ . મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી દંડ વસુલવામાં આવ્યો હતો
(2)મોરબીના અમરેલી રોડ પાસે વાહન જાહેર માર્ગ પર આડેધડ બાઈક ચલાવતો ઈસમ પકડાયો
મોરબીના રોહીદાસપરામાં રહેતો ધનજીભાઈ મનજીભાઈ મુછડિયા એ વિશીપરા પાસે વિજયનગરના મેઈન રોડ પાસે તેનું બાઈક જીજે-૩૬-સી-૬૨૭૯ ના નંબરવાળું વાહન જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક ચલાવતો હતો અને માણસોની જીદગી જોખમાય તે રીતે વાહન ચલાવી નીકળતો મળ્યો હતો.આ મામલે મોરબી બી-ડીવીઝન પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
(3)મોરબીના ટીબડી ગામના પાટિયા પાસે ભયંકર અકસ્માત થાય તે રીતે વાહન રાખી મુકતા એક ઈસમ પકડાયો
મોરબીના જુના ઘૂટું ગામે રહેતા જનકભાઈ હસમુખભાઈ પરમાર એ ટીબડી ગામના પાટિયા પાસે તેની બોલેરો પીકઅપ વાહન જેના નંબર જીજે-૩૬-એક્ક્ષ-૮૨૨૬ ને જાહેર રોડ પર ટ્રાફિકના નિયમ નો ભંગ થાય તે રીતે અને ભયંકર અકસ્માત સર્જાય તે રીતે વાહન જાહેર માર્ગ પર મૂકી રાખતા મળ્યો હતો.આ બાબતે મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
(4)વાંકાનેરમાં ભાડા ઉઘરાણી મુદે મારમારી થતા પોલીસ ફરિયાદ
વાંકાનેર સીટી સ્ટેશન રોડ પાસે આવેલ પ્રગતિ કોમ્પલેક્ષ નં.૩૦૧ રૂમમાં રાજેશભાઈ સદરૂદીનભાઈ સોમાણી નો પરિવાર ભાડે રહેતો હતો. આ રૂમનું ભાડું ઉઘરાવવાનું કામ અમીનભાઈ રફીકભાઈ દાદવાણી કરતો હતો. જે મામલે રાજેશભાઈ એ અમીનભાઈ ને ફોન કરતા તેની વાત સાહેદને કરેલ હોય તે બાબતનો ખાર રાખી.બંને અરોપી પ્રગતિ કોમ્પ્લેક્ષ માં જઈ ફરીને ભાડું ઉઘરાણી કરતા ઘટના સ્થળે ઝપાઝપી થઈ તેમાં રાજેશભાઈ સોમાણીને ધકો મારી પાડી દિધો અને તે પડતા તેના જમણા પગે ઈજા થઈ અને લાકડા ના ધોકા વડે ઘા મારી ફેકચર આવ્યુ તે રીતે માર માર્યો હતો અને સૈફભાઈ ગાળો બોલી માર માર્યો હતો. આ મામલે વાંકાનેર પોલીસે તે બંને શખ્સ ની સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
(5)વાંકાનેરમાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા ઈસમો ઝડપાયા
વાંકાનેરના જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર પાસે જાહેરમાં સટ્ટો રમાડતા બે ઈસમો ઝડપાયા હતા. જીજ્ઞેશભાઇ ઉર્ફે પેપો અશ્વિનભાઇ વીંછી અને કલ્પેશભાઇ બાબુલાલ મહેતા એ આઈ પી એલ ચાલતા મેચમાં રનફેર પર હારજીત નો જુગાર રમાડતા બંને ઈસમોને ઝડપી લીધા હતા અને પાસેથી કુલ રોકડ રૂ.-૧૨૭૦૦ નો મુદામાલ કબજે કરી હતી બનાવ અંગે વાકાનેર પોલીસે બનેની સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી
(6) હળવદમાં વીજશોક લાગતા મહિલાનું મોત નીપજ્યું
હળવદના આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ એ ઘરની છત પાણી દ્વારા સાફ કરતા હતા.આ સમયે અન્ય કોઈપણ કારણસર વીજશોક લાગતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના ડો. મણીયાર એ તપાસ કરતા તે મહિલાનું મોત નીપજ્યા હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે એ મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

