HomeGujaratહળવદ તાલુકાના ચુંપણી ગામે જુના મનદુ:ખમાં એકની હત્યા: નોંધાઈ પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના ચુંપણી ગામે જુના મનદુ:ખમાં એકની હત્યા: નોંધાઈ પોલીસ ફરિયાદ

હળવદ તાલુકાના ચુંપણી ગામે ગતકાલે સાંજે આરોપીએ દંપતિને છરીના ઘા મારી ઈજા પહોંચાડતા એક વ્યક્તિનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે મૃતકના પુત્રએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ મૃતક રામાભાઈના પુત્ર ભરતભાઈ ઓળકીયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા તેમના પિતા રામાભાઈ ઓળકીયા અને ગણેશભાઈ ઓળકીયા અલગ અલગ બાઈક લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન ગણેશભાઈ પાછળ રહી ગયા હતા જે બાબતે ગણેશભાઈએ મારો સંગાથ કેમ કર્યો નહીં કહી મારી વાડીના શેઢેથી ચાલતા નહીં તેમ કહેલ જેથી સામે અમે પણ અમારી વાડીના શેઢેથી ચાલવાની ના પાડતા જેનું મનદુ:ખ રાખી ફરિયાદીના પિતા રામાભાઈ અને માતા વાલીબેન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના પિતા રામાભાઈનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે મૃતકના પુત્ર ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW