મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલીયા દ્વારા નગરપાલિકાની કામગીરી અંગે તપાસ કરવા પાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ કરવામાં આવ્યા છે, ઝુલતા પુલ દુર્ઘટના પહેલા ભાજપ શાસન માં નગર પાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હતી 2020 રૂ.32 કરોડ જેવું સ્વભંડોળ હતુ. તે કયાં વપરાયું છે. તેની તપાસ કરવાની માંગ કરી નગરપાલીકાના નાણાં ગયા છે તે તમામ નાણાંની વસુલાત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. મોરબી નગરપાલીકામાં 45-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટ ની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


