HomeGujaratહળવદના ઢવાણામાં હોળી દર્શને પરિવાર વચ્ચે તલવાર ધોકા અથડામણ

હળવદના ઢવાણામાં હોળી દર્શને પરિવાર વચ્ચે તલવાર ધોકા અથડામણ

હળવદના ઢવાણા ગામમાં હોલીકા દહન માટે પહોચેલા બે પરિવાર વચ્ચે જુના પોલીસ કેસને લઇ ચાલતા વિવાદને ઝઘડો થયો હતો બન્ને પરીવાર વચ્ચે ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો ઘટનામાં બન્ને પક્ષના મળી 5 થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે હળવદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઢવાણા ગામમાં રહેતા મનસુખભાઇ અમરશીભાઇ સાકળીયાની ભત્રીજીએ અગાઉ અશ્વિનભાઈ વજાભાઇ દૂધરેજિયા સામે છેડતીની ફરિયાદ નોધાવી હતી જનું મનદુ:ખ રાખી અશ્વિને મનસુખભા અને તેના પરિવારને ઉ ખોટો ગુન્હો દાખલ કેમ કરાવેલ તેમ કહી ગાળો આપી હતી જે બાદ બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીઓએ તેના પર ધોકા પાઈપ અને તલવાર વડે હુમલો કરતા મનસુખભાઈના પત્ની પિતા ભાઈ ભાભી સહીતના લોકોને ઈજા પહોચી હતી જેથી તાત્કાલિક તેમણે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા જે બાદ મનસુખભાઈ હળવદ પોલીસ મથકમાં મહેશભાઇ વેરશીભાઇ દુધરેજીયા માનસંગભાઇ ખુશાલભાઇ દુધરેજીયા ,અશ્વિનભાઇ વજાભાઇ દુધરેજીયા,પ્રવિણભાઇ વજાભાઇ દુધરેજીયા, મકાભાઇ વેરશીભાઇ દુધરેજીયા,નિકુલભાઇ માનસંગભાઇ દુધરેજીયા , વેરશીભાઇ મગનભાઇ સામે ફરિયાદ નોધાવી હતી તો સામે પક્ષે અશ્વીનભાઇ વજાભાઇ દુધરેજીયા દ્વારા અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા, સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા, અજયભાઇ ધીરજભાઇ સાકરીયા,
ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયા,અમરશીભાઇ મોહનભાઇ સાકરીયા,રમેશભાઇ ઠાકરશીભાઇ છોગાળા, દિનેશભાઇ જેઠાભાઇ સાકરીયા સામે હળવદ પોલીસ મથકમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW