સેશન્સ કોર્ટે રું.1 લાખ ની જામીનગીરી જમાં કરવા મૂકી શરત
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ ને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે સેશન્સ કોર્ટ દ્વારા શરતો અને જામીનગીરી જમાં કરવા અંગે આજે ટ્રાયલ ચાલી હતી.
મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ઝૂલતાપૂલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ સી.જાનીએ કોર્ટ સમક્ષ ઝુલતા પુલ. દુર્ઘટના નું વર્ણન કર્યું હતું તેમજ ઘટના બાદ આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાનું જણાવી આરોપી મોરબી સીટી વિસ્તારમાં ન પ્રવેશે અને પાસપોર્ટ કોર્ટમાજમા લેવા જણાવ્યુ હતું
બીજી તરફ જયસુખભાઇ વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે તેના અસીલ એક ઉદ્યોગકાર હોય જેથી તેઓ ફરાર નહિ થાય આં ઉપરાંત કોર્ટ જે પણ શરત મૂકશે તે મંજૂર રહેશે જોકે કોર્ટ વ્યાજબી શરત મૂકે તેવી દલીલ કરી હતી
બન્ને પક્ષના લોકો કોર્ટ દ્વારા જયસુખ ભાઈનો પાસપોર્ટ જમા લીધો હતો આં ઉપરાંત કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી મોરબી માં કે પ્રવેશ નહિ કરવા પણ શરતો મૂકી હતી. આ ઉપરાંત જામીનગીરી પેટે રૂ1 લાખ જમાં કરાવવા આદેશ કર્યો હતો

