મોરબી તાલુકાના પંચાસર ગામમાં રહેતા અને નિવૃત જીવન જીવતા બાવજીભાઈ મનજીભાઈ પરમાર નામના 75 વર્ષના વૃદ્ધ પરિવારીક કારણોસર માનસિક તણાવમાં રહેતા અને તેના કારણે શુક્રવારે મોડી રાત્રે ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. બાદ શનિવારે સાંજના સમયે તેની વાડીમાં લીમડા સાથે ફાંસો લગાવેલ હાલતમાં મળી આવ્યા હતા . ઘટના બાદ તેમને હોસ્પટલ ખસેડાયો હતો જ્યાં પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

