કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત થતા ની સાથે દેશભરમાં આચારસંહિતા લાગુ થઇ ગઈ છે અને જિલ્લા કક્ષા આચાર સહિતાની અમલવારી શરુ કરી દેવામાં આવી છે મોરબી જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી કિરણ ઝવેરીની સુચનાથી ત્રણ વિધાનસભા વિસ્તારમાં તેની અમલવારી શરુ થઇ ગઈ છે અને તેના ભાગરૂપે જીલ્લામાં અલગ અલગ સ્થળેથી પોસ્ટર બેનર હોર્ડિંગ ભીત સૂત્ર તેમજ રાજકીય પક્ષના નામ કે તેના ચિન્હ વાળી ચીજ વસ્તુઓ દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે અને ત્રણ દિવસ દરમિયાન ત્રણ વિધાનસભા વિસ્તારમાંથી પોસ્ટર, ભીત ચિત્રો,હોર્ડિંગ સહીત 3551 જેટલા સાહિત્ય જાહેર મિલકત અને સ્થળ પરથી દુર કરવામાં આવ્યા છે જેમાં 3089 જાહેર મિલકત પરથી તેમજ આ ઉપરાંત ખાનગી મિલકતમાં લાગેલા 462 સાહિત્ય દુર કરવામાં આવ્યા છે આં ઉપરાંત વિવિધ સરકારી કચેરીમાં સરકારી,કેલેન્ડર ચિત્ર અને ચિન્હ સહિતનું સાહિત્ય પણ દુર કરવામાં આવ્યું છે આ આગામી દિવસમાં પણ જો કોઈ સ્થળેથી ફરિયાદ આવશે તો તેને દુર કરવામાં આવસે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે

આ ઉપરાંત ચૂંટણી પંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા માટે સંબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલિકીની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલકત ઉપર ચૂંટણી લક્ષી પ્રચાર પત્રો ચોડીને, સૂત્ર લખીને, નિશાન ચીતરીને દિવાલો બગાડવી નહીં. કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસ ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાહેર મકાન એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કે ધોરી માર્ગ, શેરી ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.


