મોરબી શહેરમાં રહેતા એક પરિવાર ની માનસિક બીમાર યુવતી સાથે મોરબીના એક શખ્સ જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણી એ તા.08-07 2022 ના રોજ યુવતીની માનસિક સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની જાણ યુવતીની માતાને થતાં આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે મથકમાં નોધાવી હતી.જે તે સમયે પોલીસે આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણી ને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કર્યા બાદ કેસ એટ્રોસિટી કોર્ટમાં ચાલ્યો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજય સી દવે દ્વારા ફરિયાદી તરફે દલીલો કરી હતી અને. ઘટનાને લગતા12 મૌખિક પુરાવા. તેમજ 34દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની ટ્રાયલ ચલાવતા જજ વિરાટ એ બુદ્ધાએ બન્ને પક્ષની દલીલો અને પુરાવા તપાસી આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણી ને ગુનેગાર ઠેરવ્યો હતો અને આરોપીને આજીવન કેદ ફટકારી હતી સાથે સાથે અલગ અલગ કલમ હેઠળ રું.3 લાખનો દંડ જજ વિરાટ એ બુદ્ધા દ્રારા ફટકારવામાં આવ્યો હતો

