HomeGujaratસૂરજબારી નજીક ખનીજ વીજલન્સના નામે ટ્રક ચાલક પાસેથી 6000 પડાવનાર શખ્સ સામે...

સૂરજબારી નજીક ખનીજ વીજલન્સના નામે ટ્રક ચાલક પાસેથી 6000 પડાવનાર શખ્સ સામે ગુન્હો નોંધાયો

મોરબી-કચ્છ નેશનલ હાઇવેપર દરરોજ હજારોની સંખ્યામાં ટ્રકની અવર જવર રહેતી હોય છે અને આં ટ્રકમાં કેટલાક ટ્રક ચાલક ગેર કાયદેસર ખનીજ ચોરી કરતા હોવાથી સ્થાનિક ખાણ ખનીજ પોલીસ તેમજ અન્ય એજન્સી ચેકીંગ કરી આવા ગેર કાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરતી હોય છે.જોકે કેટલાક તત્વોએ જાણે આને કમાણીનું સાધન બનાવી લીધું હોય તેમ નકલી અધિકારીઓ બની હાઇવે પર ચેકીંગ ના.નામે ડ્રાઈવર ને દબાવી તેની પાસેથી રૂપિયા ઉઘરાવતા હોય છે કચ્છ માળિયા હાઇવે સૂરજબારી પુલ પાસે આવી એક ઘટનાં બની હતી જેમાં રામભાઇ દેવાભાઇ મુંધવા નામના ટ્રક ચાલકને જીજે24×5698 નંબરની કારમાં આવેલા શખ્સે ખનીજ વીજલન્સના અધિકારીની ઓળખ આપી ટ્રક ચાલક ને ધમકાવી ટ્રક પોલીસ સ્ટેશનના પૂરી દેવાની દાટી મારી હતી અને રું.6000 લઇ લીધા હતા ઘટના બાદ ટ્રક ચાલકે માળિયા મિયાણા પોલીસ મથકમાં તેની સાથે કાર ચાલક દ્વારા વીજલન્સ ના નામે રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળિયા મિયાણા પોલીસે કાર ચાલક હરીચંદ્ર સિંહ બળવંતસિંહ વાઘેલા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW