HomeGujaratમોરબીમાં વધુ એક સ્થળે થી કોડિન યુક્ત સીરપ નો જથ્થો ઝડપાયો,એકની ધરપકડ

મોરબીમાં વધુ એક સ્થળે થી કોડિન યુક્ત સીરપ નો જથ્થો ઝડપાયો,એકની ધરપકડ

મોરબી જિલ્લાના યુવાધનને જાણે નશાના રવાડે ચડા વવાનું આં નશાનો કારોબાર કરતા તત્વોએ જાણે નક્કી કરી લીધું હોય તેમ અલગ અલગ પ્રકારના નશા યુક્ત પ્રવાહીના વેચાણ થઈ રહ્યા છે અને આં કાળા કારોબારમાં કોડિન યુક્ત નશીલી કફ સીરપ ઉમેરાયું છે 10-12 દિવસ પહેલા રંગપર ગામેથી 90 હજાર બોટલનો જથ્થો પકડી પાડયો હતો અને તેની સાથે 4 આરોપીઓની ધરપકડ કરી તેની પૂછ પરછ હાથ ધરી હતી. અને આ પૂછ પરછના આધારે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરતા ઝારખંડ જિલ્લાના ધનબાદ માંથી પણ મોટા પાયે કફ સીરપ ઝડપાયો હતો

આ દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા હરી કૃપા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોટા જથ્થામાં સીરપ છુપાવેલા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસના પીઆઈ હુકુમતસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડયો હતો અને સ્થળ પરથી 50 બોરીમાં લગભગ10હજાર બોટલ સીરપનો જથ્થો પકડી પાડયો હતો.જે બાદ પોલીસે ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજર આસિફ સિપાઈ ની ધરપકડ કરી,જથ્થો કોણે મોકલાવ્યો અને ક્યાં મોકલવા નો હતો તે અંગે પૂછ પરછ હાથ ધરી, જોકે પોલીસના દરોડાની જાણ થતાં ટ્રાન્સપોર્ટ નો માલિક ભૂગર્ભમાં ઉતારી ગયો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.જોકે હાલ આં માલ કોનો હતો અને ક્યાં મોકલવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW