HomeGujaratપતિ-પત્નીના ઝઘડામાં 13 મહિનાના બાળકનો જીવ ગયો પોલીસે હત્યાનો ગુન્હો નોધવા...

પતિ-પત્નીના ઝઘડામાં 13 મહિનાના બાળકનો જીવ ગયો પોલીસે હત્યાનો ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી

પતિ પત્ની વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઝઘડો ગંભીર બની ગયો અને એ બન્ને ના ઝઘડામાં 13 મહિનાના પુત્રની હત્યા થઇ હોવની ઘટના સામે આવી છે
બનાવની મળતી માહિતી મુજબ હળવદના ટીકર રણમાં મજુરી કરવા આવેલ ધ્રાંગધ્રાના કુડા ગામના વતની અસગર માણેક નામના યુવાન ના ઘર પાસે લગ્ન પ્રસંગ હતો અને તે દરમિયાન તેની પત્ની અમીના બીજા યુવાનો સાથે હસી મજાક કરી વાતો કરતી હતી જે બાબતે ગત રાત્રીના પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો વધુ ઉગ્ર બની ગયો હતો લગ્ન પ્રસંગ હોવાથી અમીનાબેન પિતા અગાઉ હાજર હતા અને પુત્રી અને જમાઈ વચ્ચે ઝઘડાની જાણ અમીનાના પિતા પુત્રીના ઘરે પહોચ્યા હતા અને તેમની દીકરી જમાઈ વચ્ચે વધુ ઝઘડો ન થાય એટલે ઘરે લઇ જવા અમીનાબેનના પિતા આવ્યા હતા સવારે અમીનાબેન તેમના કપડા પેક કરતા હતા આ દરમિયાન અસગર ત્યાં પહોચ્યો હતો અને તેના દોઢ વર્ષના પુત્ર અરમાનને રમાડવાના બહાને લઇ લીધો હતો બાદમાં અરમાનનો ઘા કર્યો હતો તેમજ અને અરમાન બાવળ સાથે અથડાતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થઇ ગયું હતું બનાવની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ગુન્હો નોધવા તેમજ આરોપી પિતાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા

મૃતકના નાનાએ આક્ષેપ કર્યો હતો કે આરોપી અસગર તેની પુત્રી અને ભાણેજની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો અને તેના ભાણેજને જીવતા દાટવાનો પ્રયાસ કર્યો હતો જોકે આસપાસની મહિલાઓને જાણ થતા તેને બચાવી લીધો હતો જોકે આરોપી પિતા પર જાણે જનુન સવાર થયું હોય તેમ ગમે તેમ કરી પુત્રની હત્યા કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW