મોરબીના ત્રાજપર ગામમાં આવેલ રામ કુવા નજીક ભાડાના મકાનમ રહેતા મૂળ યુપીના બીલીયા જિલ્લાના વતની સત્યેન્દ્ર રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા નામના યુવકની પત્નીની બીજા યુવક સાથે આંખ મળી જતા તેની સાથે લગ્ન કરી લીધા હતા જે બાદથી યુવકને લાગી આવ્યું હતું અને આ ઘટનાથી દુખી થઇ યુવકે તેના જ ઘરમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

