HomeGujaratSaurashtra Kutchhમોરબીના રફાળેશ્વર ખાતે શિવરાત્રી મેળાનો પ્રારંભ શિવભકતોની ભીડ જામી

મોરબીના રફાળેશ્વર ખાતે શિવરાત્રી મેળાનો પ્રારંભ શિવભકતોની ભીડ જામી

સાૈરાષ્ટ્ર એટલે મેળાનો મુલક, વર્ષ દરમિયાન આ ધરા પર અનેકાનેક પારંપરિક મેળા યોજાતા રહે છે અને મલકને મેળો માણવાના અવસર મળતા રહે છે. મેળાની શોખીન પ્રજા શુભારંભથી સમાપન સુધી મેળે મહાલી જીવનના તમામ રંગોની મોજ માણવાનું ચૂકતા નથી. જૂનાગઢમાં ભવનાથના મેળાની તોલે ભલે ન આવે પરંતુ રફાળેશ્વરનો મેળો પણ મોરબી પંથકમાં જાણીતો અને માનીતો મેળો છે.મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની આગલી રાતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રોશનીની ચકાચોંધ અને ફજર ફાળકાની જમાવટ સાથે ધીમે ધીમે ધાર્મિક મેળાની રંગત જામી હતી હતો આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિતે મોટી સંખ્યામાં શિવ ભક્તો રફાળેશ્વર ધામ ખાતે ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ ઉમટી પડી હતી મહાદેવના દર્શન કર્યા હતા તો મોરબીના શોભેશ્વર મહાદેવ કુબેરનાથ મહાદેવ શંકર આશ્રમ અગ્નેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભગવાન શિવને દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરી શિવ પૂજા કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW