મોરબીના રંગપર ગામેથી રૂ 1.84 કરોડની કિમતની 90 હજાર જેટલી કોડીનયુક્ત નશીલી સીરપ પકડાવવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે મોરબીના એક શખ્સ તેમજ ટ્રક ક્લીનર અને ચાલકને ઝડપી લીધા હતા આ ઘટન બાદ હવે કોંગ્રેસ સક્રિય થયા હતા .મોરબીમાં નશીલા પદાર્થોનું અમુક તત્વો દ્વારા બેફામ વેચાણ કરી મોરબીના યુવાધન ને બરબાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ પ્રમુખે પોલીસવડાને રજૂઆત કરી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેર અને જીલ્લામાં બેરોકટોક નશીલા પદાર્થો જેવા કે દારૂ, કેમિકલ યુક્ત કફ સીરપનો જથ્થો મોરબીમાં ઉતારેલ અને કેટલાક લોકો પકડાયા છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે
આવા નશાકારક પદાર્થોનો જથ્થો મોરબી શહેર અને જીલ્લામાં કોઈની મીઠી નજરથી આવતો હોય તેમ લાગી રહ્યું છે નશીલા દ્રવ્યોના સેવનથી યુવા ધન બરબાદ થઇ રહ્યું છે જેથી આવા તત્વો સામે પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ


