મિશ્ર ઋતુના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છતાં મેલેરિયાના કેસ નહિવત હોવાનો આરોગ્ય વિભાગનો દાવો
મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી મહિના માં મિશ્ર ઋતુનો અનુભવ થવાના કારણે સીઝનલ બીમારીએ માથું ઉચક્યું છે ખાસ કરીને શરદી ઉઘરસ અને તાવના લક્ષણ ધરાવતા દર્દીઓમાં અચાનક વધારો નોધાયો હતો ફેબ્રુઆરી મહિના દરમિયાન શરદી ઉધરસ 389 અને 328 કેસ વાયરલ ફ્લુના કેસ નોધાયા જોકે મોરબી અને આસપાસ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં મેલેરિયાના એક કેસ સતાવાર રીતે ચોપડે ન નોધાતા ભારે આશ્ચર્ય સર્જાયું છે
મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાય સમયથી અનિશ્ચિત પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે જાન્યુઆરી મહિના સુધી કડકડતી ઠંડીનો અનુભવ થયા બાદ અચાનક ફેબ્રુઆરી મહિના ઠંડી ગાયબ થઇ ગઈ હોય તેમ દિવસ દરમિયાન આકરો તાપ પડી રહ્યો હતો જોકે રાત્રે અને સવારે થોડું વાતાવરણ ઠંડુ રહેવાના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો હતો જોકે ફેબ્રુઆરી પૂર્ણ થતા પહેંલા અચાનક વાતાવરણ પલટાયું અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર ના કારણે બે દિવસ સુધી કમોસમી વરસાદી માહોલ રહ્યો અને આ માહોલ સાથે ફરી એકવાર ઠંડીની એક નહી લ્હેર શરુ થઇ ગઈ અચાનક ઠંડી ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે એક તરફ મચ્છરનો ઉપદ્રવ વધ્યો તો બીજી તરફ લોકોના આરોગ્યને પણ અસર પહોચી છે ખાસ કરીને આ સમય દરમ્યાન કફજન્ય બીમારી વધી છે પરિણામે શરદી ઉધરસના કેસ નોધાયા છે આ ઉપરાંત તાવના પણ કેસમાં પણ ઉછાળો આવ્યો છે મોરબી જીલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન શરદી ઉધરસના 389 કેસ નોધાયા હતા સાથે સાથે 328 જેટલા વાયરલ ફ્લુના કેસ ચોપડે નોધાયા છે એક તરફ મોરબી શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ મોટા પાયે વધારો થવા છતાં આરોગ્ય વિભાગના ચોપડે આખા મહિના દરમિયાન મેલેરિયા કે ડેન્ગ્યું એક પણ પોઝીટીવ કેસ સત્તાવાર રીતે ન નોધાતા આશ્ચર્ય સર્જાયું છે બીજી તરફ ખાનગી કલીનીક અને હોસ્પિટલમાં શરદી ઉધરસ ની સાથે વાયરલ ફૂલના આંકડામાં ઉછાળો નોધાયો છે.
કમોસમી વરસાદ બાદ ફરી ઠંડીનું જોર વધ્યું લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોધાયા
મોરબી સહીત સૌરાષ્ટ્ર ભરમાં 1થી 3 માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો અને બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યા હતા તો શનિવારે માળિયા અને ટંકારા તાલુકામાં છુટા છવાયા ઝાપટા પણ પડ્યા હતો કચ્છ અને આસપાસના જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો ત્રણ દિવસના કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો જેની અસર મોરબી જિલ્લા પણ પડી છે અને આંખો દીવસ ઠંડા પવન ફૂકાવવાના કારણે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી પડે છે તો દિવસ દરમિયાન પણ વાતાવરણ ઠંડુ રહેતા લઘુતમ તાપમાન 30 ડીગ્રી કરતા નીચું નોધાઇ રહ્યું છે મોરબી શહેરમા સોમવારે લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી ગગડી ગયો હતો દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂકાવવાના કારણે મહતમ તાપમાન 28 ડીગ્રી નોધાઇ છે અચાનક મોરબી જીલ્લામાં ઠંડીનું જોર વધતા ફરી મહા મહિનામાં પોષ મહિના જેવી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

