સુરેન્દ્રનગર મોરબી રૂટની જીજે 18 વાય 42 56 નંબરની એસટી બસ તા 11 -04 -15 ના રોજ સવારે સુરેન્દ્રનગર તરફથી મોરબી તરફ આવી રહી હતે તે દરમિયાન ઘૂટું ગામ પાસે અચાનક એક રીક્ષા પુર ઝડપે આવી બસને ઓવર ટેક કરી હતી બસ રોકાવી હતી રીક્ષા માંથી રહીમ યાસીન સંઘવાણી, સિકંદર ઉર્ફે સિકલો સીદીક સમાં અસલમ સીદીક સમાં તેમજ અલ્લા રખા સાંગલભાઈ કટીય સહિતના આરોપીએ બસના ચાલક રાજેન્દ્રસિહ પ્રતાપસિંહ સોલંકી સાથે ઝઘડો કર્યો હતોં અને તેની સાથે ગાળાગાળી કરી હતી તેમજ તેમના પર ધોકાવડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી તેમજ બસમાં તોડ ફોડ કરી હતી આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ બાદ તમામ આરોપીઓને ઝડપી પોલીસે જેલ હવાલે કર્યા હતા પોલીસે ચાર્જ સીટ રજુ કર્યા બાદ કેસ સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધાની કોર્ટમાં ચાલતો હતો.આ કેસમાં સરકારી વકીલ સંજય સી. દવેએ કેસ લડયા હતા. જેમાં તેઓએ 6 મૌખિક તેમજ 10 લેખિત પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલોના આધારે આ કેસમાં સુનવણી ચાલ્યા બાદ આજે જજ વિરાટ બુધ્ધાએ ચાર આરોપીઓને 7 વર્ષની કેદ ફટકારી હતી તેમજ રૂ 12000 નો દંડ ફટકાર્યો હતો

