HomeGujaratમોરબીના મહેન્દ્ર નગર નજીક સનોરા ટાઈલ્સમાંથી રું.1.42 લાખનો શંકાસ્પદ ડીઝલ ઝડપાયું 

મોરબીના મહેન્દ્ર નગર નજીક સનોરા ટાઈલ્સમાંથી રું.1.42 લાખનો શંકાસ્પદ ડીઝલ ઝડપાયું 

મોરબી અને આસપાસના વિસ્તારમાં બાયો ડીઝલ અને એલડીઓ નું ગેર કાયદેસર વેચાણ થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેનાઆધારે પોલીસ પુરવઠા વિભાગ  અને ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે  દરોડો પાડી મહેન્દ્ર નગર નજીક આવેલા સિરામિક ફેક્ટરીમાંથી રું 1.45લાખનો 1900 લિટર શંકાસ્પદ  ડીઝલનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ અર્થે FSL માં મોકલવાની કામગીરી હાથ ધરી હતીમોરબી જિલ્લામાં   એલડીઓ  અને બાયોડિઝલ  ના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલિયમ પેદાશોનો અનધિકૃત અને ગેરકાયદેસર રીતે વેપલો કરવામાં આવતો હોવાની વારંવાર રાવ ઉઠવા પામે છે. જેની વચ્ચે આજ રોજ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની  માહિતીના આધારે  મોરબી એલસીબી પીએસઆઇ  ભોચીયા,  બી ડિવિઝન પીએસઆઇ ઝાલા,  પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ તથા મામલતદાર , મોરબી ગ્રામ્ય એ સંયુક્ત રીતે તપાસ કરી તેમની ટીમ દ્વારા આવો ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશ નો રૂ. 142500ની કિંમત નો 1900 લિટર જથ્થો ઝડપી પાડી આ ગેરકાયદેસર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી માટે એફ.એસ.એલ. ખાતે મોકલવાની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW