શિયાળાના વિદાય વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લામાં અઆગામી 2 અને 3 માર્ચ દરમિયાન ગાજ વીજ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આં આગાહીમાં મોરબી જિલ્લા માટે પણ કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ 2 અને 3 માર્ચ દરમિયાન છુટાછવાયા વિસ્તારમાં વાતાવરણ પલટો આવશે. કમોસમી વરસાદ થશે અને આ બે દિવસ દરમિયાન પવનની ગતિમાં વધારો થશે અને આ દિવસ દરમિયાન પવનની ગતિ 21 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે આ કમોસમી વરસાદને લઈ ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા ખેડૂતો અને પશુપાલકોને તકેદારી રાખવા સુચના આપવમાં આવી છે જેમાં ઉભા પાકમાં વરસાદની આગાહી સમય સુધી પિયત પાણી આપવાનું મુલત્વી રાખો.
તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવા અને ખેતરમાં પાકને પ્લાષ્ટિક તાલપત્રીથી ઢાંકી દેવા. કમોસમી વરસાદીની શક્યતા હોય આ સમય દરમ્યાન ઉભા પાકમાં કોઇપણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો નહિ. આ સમય દરમ્યાન ખેત પેદાશ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ લઇ જવી નહિ. મરઘા ઘરમાં વરસાદનું પાણી પહોચે તેની તકેદારી રાખવા સુચના આપી છે

