HomeGujaratમોરબીના અવની ચોકડી પાસે દુકાનદારોએ ગેરકાયદે ઓટલા ખડકી દેતા વાહન ચાલકોને હાલાકી

મોરબીના અવની ચોકડી પાસે દુકાનદારોએ ગેરકાયદે ઓટલા ખડકી દેતા વાહન ચાલકોને હાલાકી

મોરબીના વોર્ડ 10 અવની ચોકડી વિસ્તારમાં આવેલા દુકાનો માંથી કેટલાક દુકાનદારોએ ગેર કાયદે રોડની હદમાં 6 ફૂટ જેટલા ઓટલા ખડકી દીધા છે તેમજ તેની પર પતરાના શેડ લગાવી ગેર કાયદે દબાણ ખડકી દીધું હોય આ ઉપરાંત રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હોવાથી રસ્તા સાંકડા આસપાસના લોકોને હાલાકી પડી છે. રસ્તો એટલો સાંકડા છે કે ત્યાંથી વાહન લઈને નીકળવું મુશ્કેલી પડી રહી છે પરિણામે બહેનો દીકરીઓને ત્યાંથી પસાર થવું પડે છે પરિણામે અકસ્માત થવાનું જોખમ રહેલ છે જેથી આ મુદે અવની ચોકડી આસપાસના સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ગેર કાયદે ખડકાયેલ દબાણ હટાવવા માંગણી કરવામાં આવી છે નરસંગ ટેકરી થી અવની ચોકડી રોડનું કામ પૂર્ણ થયું હોય અને આ તરફના અવની ચોકડીથી હનુમાનજી મંદિર રોડનું કામ ચાલુ થવાનું હોય જોકે આ કામ શરુ થાય તે પહેલા દબાણ દુર કરવા માંગણી ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW