HomeGujaratમોરબીના પંચાસર રોડ પર પીવાનું પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની પાલિકા...

મોરબીના પંચાસર રોડ પર પીવાનું પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની પાલિકા કચેરીનો કર્યો ઘેરાવ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્રમજીવી વસાહતની મહિલાઓનું ટોળું આજે પાણી પ્રશ્ને રજુઆત કરવા મોરબી નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને આ મહિલાઓએ પાણી પ્રશ્ને ભોગવવી પડતી મુશ્કેલી સામે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં એક બે નહિ પણ પુરા ત્રણ મહિનાથી પાણી આવતું નથી. જેના કારણે તેઓને હાલાકી પડે છે પાણીના અભાવે ઘરના બીજા કામ છોડી એક બેડા પાણી માટે રઝળપાટ કરવો પડે છે.

પાણી વિના તેઓ વલખા મારવા મોરબીના મચ્છુ ડેમમાં પાણીનો પુરતો સ્ટોક હોવાના દાવા થઈ રહ્યા છે પણ તંત્રની અણધડ વ્યવસ્થાને કારણે છતે પાણીએ અમારે પાણી વિના ટળવળવુ પડે છે. ક્યાંયથી પાણી ન મળે તો અમારે આર્થિક રીતે પોસાય એમ ન હોવા છતાં પાણી વેચાતું લેવું પડે છે. જો કે અમુક લોકોને બોરની વ્યવસ્થા હોય પણ મોટાભાગના લોકોને આવી કોઈ વ્યવસ્થા ન હોય અને ત્રણ ત્રણ મહિનાથી પાણી માટે હેરાન થવું પડે તેમજ અનેક રજુઆતો-મોરચા માંડવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહીને બદલે માટે કોણીએ ગોળ જ ચોપડે ત્યારે અમારો કેવી મનોદશા થતી હશે ?, તેમ જણાવીને મહિલાઓએ ફરજ પરના તંત્રના સ્ટાફને તેમણે આપેલી ખાતરી મુજબ હજુ પણ પાણી નહિ આવે તો આગામી દિવસોમાં કલેકટર સુધી રજૂઆત કરવા તેમજ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપવમાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW