મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 7 વખત ઉમેદવારી કરી ભાજપ સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતિ જેરાજ પટેલે પક્ષમાં આંતરિક કલેહ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુકથી નારાજ થઇ મોટા ભાગના આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ છોડનારા આ આગેવાનો ભાજપના દ્વારે પહોચ્યા હતા જેમાં ખુદ જયંતિ જેરાજનું નામ પણ સામેલ છે જયંતીભાઈ આજે તેમના સમર્થકની સાથે કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રદેશ ભાજપ સંગઠનના આગેવાનો તેમજ મોરબી જિલ્લા ભાજપ આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયા ધારણ કર્યો હતો.
ભાજપના આ ભરતી મેળામાં આજે ગાંધીનગર કમલમ ખાતે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે.
આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જઇ રહેલા આગેવાનો ભાજપને કેટલો ફાયદો કરશે અને કોંગ્રેસને કેટલું નુકશાન તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ રાજકીય માહોલ ચૂંટણી નજીક આવતા વધુ ગરમ બન્યો છે


