HomeGujaratમોરબીમાં ચાલીને જતા આધેડને ક્રેઇનની ઠોકર વાગતા મોત

મોરબીમાં ચાલીને જતા આધેડને ક્રેઇનની ઠોકર વાગતા મોત

વાહન અકસ્માત માટે જાણીતા વાંકાનેર સામખિયાળી હાઈવે પર દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત વધી રહ્યા છે ખાસ કરીને ટ્રક અને મોટા ભારે વાહનોની ઠોકર વાગતા બાઈક ચાલકો જીવ ગુમાવવાની ઘટના સતત વધી છે ત્યારે ગઈ કાલે એક વધુ એક જીવલેણ અકસ્માત નેશનલ હાઇવે પર જૂની કુબેર સિનેમા ચોકડી પાસે બન્યો હતો જયારે રોડ પર ચાલીને જતા વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ મોતીભાઈ સાવરિયા નામના આધેડને જીજે -36 – એસ – 1973 નંબરના ક્રેઇન ચાલકે ઠોકર મારતા વિનોદભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતીઅને ગંભીર ઈજા ના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ બનાવ બાદ ક્રેઇન ચાલક નાસી ગયો હતો બનાવ અંગે મૃતકના પુત્ર હિમતભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ક્રેઇન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેન ચાલક સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW