અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના 554 રેલ્વે સ્ટેશનના નવીનીકરણના પ્રોજેક્ટ મંજુર થયા છે જેમાં મોરબીનું મુખ્ય રેલ્વે સ્ટેશન પણ મૂળ ડીઝાઇનમાં કોઈ પણ પ્રકારના બદલાવ વિના હેરીટેજ ઈમારત સચવાય તે રીતે રૂ.9.98 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. હાલ આ રેલ્વે સ્ટેશનના નિર્માણનું કામ ચાલી રહ્યું છે હજુ 60 ટકા જેટટલું કામ ચાલે છે તો 40 ટકા જેટલું કામ આગામી એક બે મહિનામાં પૂર્ણ થાય તેવી સંભવાના છે જોકે લોકસભા ચૂંટણીને લઇ આચાર સહિત લાગુ થાય તે પહેલા રેલ્વે સ્ટેશનના ખાત મુર્હુત કામ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મોરબી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મોરબી ખાતે આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક રેલવે સ્ટેશનનું પશ્ચિમ રેલવે દ્વારા રૂપિયા 9.98 કરોડના ખર્ચે મૂળ સ્વરૂપ જાળવી રાખી નવીનીકરણ કરવા નક્કી કરાયું છે.આજે સોમાવરે મોરબી રેલવે સ્ટેશનના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સહિત દેશના 554 રેલવે સ્ટેશનના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.
આ તકે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ઝોનના ગતિ શક્તિ પ્રોજેક્ટ ચીફ મેનેજર એસ આર દુબેએ જણાવ્યું હતું મોરબી રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ,પ્લેટફોર્મ પર સેડ,વેઈટિંગ રૂમ,શૌચાલય સહિતની સુવિધા વધારાઈ છે.સાથે જ આરસીસી ગ્રાઉન્ડ બનાવાયં છે,બગીચાનું નિર્માણ કરાયું છે અને ગેટ મોટો કરવામાં આવ્યો છે.
બીજી તરફ મોરબીથી લાંબા અંતરની ટ્રેન સુવિધા ન હોયઅને તેની વર્ષોથી માંગણી હોય આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.આગામી સપ્સાતાહથી જ ભુજથી આવતી ટ્રેન અને મુંબઈ જતી ટ્રેન અઠવાડિયામાં બે વખત આવે તેવી રેલ્વે વિભાગ તેમજ સાંસદને રજૂઆત કરી હોવાનું અને વહેલી તકે ટ્રેન સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી


