HomeGujaratવાંકાનેરના 2 જવેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ રૂ 4.50 લાખના સોનાના...

વાંકાનેરના 2 જવેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ રૂ 4.50 લાખના સોનાના દાણા પર હાથ સાફ કર્યો

વાંકાનેર શહેરની સોની વેપારીઓને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરી કરતી મહિલાઓની ટોળકી સક્રિય બની છે આ મહિલાઓએ છેલ્લા બે મહિનામાં બે જવેલર્સ દુકાન પર ચોરી કરતી આ ટોળકી એક દુકાનમાં બે વાર ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે આ મહિલા ટોળકી અલગ અલગ બે દુકાનમાં રૂ 4 લાખ 50 હજારની કિમતના 180 નંગ સોનાના દાણાની ચોરી કરી નીકળી ગઈ હતી આ અંગે વેપારીઓએ વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મોચી શેરીમાં આવેલી બાલાજતી જવેલર્સ નામની દુકાનના માલિક યોગેશભાઈ રસિકભાઈ બારભાયા નામના વેપારી તેની દુકાનમાં ગત તા 23 /12 23 ના રોજ રાબેતા મુજબ દુકાનમાં હતા તે દરમિયાન 10 વ વાગ્યાની આસપાસ એક મહિલાના ત્રણ છોકરી સહીતના દાણાની ખરીદી કરવા આવી હતી ખરીદીના બહાને રૂ 1.50 લાખની કિમતના 85 નંગ દાણાની ચોરી કરી નીકળી ગઈ હતી જેતે સમયે સીસીટીવી ફૂટેજ તપાસતા આ છોકરી ચોરી કરતા નજરે પડી હતી જોકે તે સમયે પોલીસ ફરિયાદ કરશે તો આ મહિલાઓ આ દાગીના સગેવગે કરી દેશે તેવા વિચારી પોલીસ ફરિયાદ કરી ન હતી તો ગત તા 2 ના રોજ યોગેશભાઈ કોઈ કામ થી બહાર ગયા હતા જયારે તેમના પિતા રસિકભાઈ દુકાન પર હતા ત્યારે ફરીએકવાર આ છોકરી આવી હતીઅને એક દાણાની ખરીદી કરી હતી જોકે આ ખરીદીના બહાને બીજા 95 નંગ દાણાની ચોરી કરી નીકળી ગઈ હતી

આ દરમિયાન ગઈ કાલે પણ સોની મનહરલાલ રતીલાલ નામની દુકાનમાં બે મહિલા આવી હતી અને દિવ્યેશ ભાઈ નામના વેપારીની નજર ચૂકવી આ મહિલા રૂ 1 લાખની કિમતના 25 નંગ સોનાના દાણાની ચોરી કરી લઇ ગઈ હતી બનાવ અંગે વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW