સફાઈ કર્મીઓ પાસે સફાઈ સાધનો અપૂરતા હોવાનો સુપરવાઈઝર નો દાવો,
મોરબી શહેરમાં હાલ પાલિકા તંત્ર દ્વારા 15 દિવસ સુધી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવતી હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને તે મુજબ કામગીરી પણ શરુ કરવામાં આવી ખુદ કલેકટર તેનું મોનીટરીંગ કરતા હોય અને ડે મામલતદારોને તેની જવાબદારી સોપવામાં આવી હતી પરંતુ મોરબી શહેરની સફાઈ કામગીરી કેટલી ગુણવતા વાળી છે તે તો ખુદ તંત્ર જાણે કારણ કે એ એક તરફ તંત્ર સફાઈ ઝુંબેશના મસ મોટા દાવા કરે છે જોકે પાલિકાના ખાટલે મોટી ખોટ હોય તેવી વાત સામે આવી રહી છે મોરબીના પાલિકાના કર્મચારીઓ પાસે પૂરતા સાધનન હોવાની વાત પણ સામે આવી રહી છે. ખુદ પાલિકાના સફાઈ કામ કરતા કર્મચારીઓનું સુપરવિઝન કરતા સુપર વાઈઝરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમની પાસે સાફ થયેલા કચરાના નિકાલ માટે માત્ર 15 જેટલી જ રેકડી હોવાના કારણે સવારે રોડની સફાઈ કરતા કર્મચારી ઉપયોગ કરે છે જયારે બપોર બાદ ખુલ્લી ગટરમાંથી નીકળેલ કચરાનો નિકાલ કરતા કર્મચારી ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું
મોરબી નગર પાલિકા હવે મહા નગર પાલિકા બની ગયું પરંતુ શહેરની સફાઈ વ્યવસ્થા ગ્રામ પંચાયત કરતા પણ ખરાબ છે તાજેતરમાં ગંદકી દુર કરવા પાલિકા એ અભિયાનતો હાથ ધર્યું અને છેલ્લા કેટલાક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ કામગીરી થતી હોવાનો તંત્ર દાવો પણ કરે છે ખુદ કલેકટરની દેખરેખથી શહેરમાં સફાઈ અભિયાન ચલાવી છે નાયબ મામલતદાર અને તલાટી મંત્રીને ફરજ આપવા આવી છે અને ઝોન વાઈઝ સફાઈ કરવામાં આવતા હોવાના દાવા થઇ રહ્યા છે જોકે આ કામગીરી કેટલી ગુણવતા વાળી છે તેનો પુરાવા મોરબીના એક શહેરીજન દ્વારા જાહેર કરવામાં આવ્યો હે મોરબી શહેરના નહેરુ ગેટ થી નાની બજાર વિસ્તાર સુધીના વિસ્તારમાં દરરોજ સવરે ગટરની સફાઈ કરવામાં આવે છે જોકે આ કચરો આંખો દિવસ રોડ પર પડ્યો રહે છે અને તેના કારણે આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જે બાબતે સ્થાનિક વેપારી દ્વારા સફાઈ કામનું સુપર વિઝન કરતા અશોકભાઈ નામના કર્મચારીને ફરિયાદ કરતા તેઓ પાસે ભૂગર્ભ ગટરની સફાઈ કરતા કર્મચારી પાસે કચરા ઉપાડવા માટે માત્ર 15 લારીઓ જ હોવાનું અને આ બાબતે સેનેટરી ઇન્સ્પેકટર સુધી ડીમાન્ડ મુકવામાં આવી છે જોકે હજુ સુધી તેમને મળતી ન હોવાનું જણાવ્યું આ ઉપરાંત વેપારી એ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં દર બે દિવસે સફાઈ ગટરની સફાઈ કરવાની હોવા છતાં એક સપ્તાહ સુધી આવતા ન હોવાથી આ અંગે સુપર વાઈઝર પાસે ફરિયાદ કરવા છતાં કર્મચારીને બદલવા ન આવતા હ વેપારીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જે બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ ઉકલે ન આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. છેવાળાના ઓજી વિસ્તારમાં હજુ પણ પાલિકા ટીપર વાહન ન આવતી હોવાની રાવ
મોરબી નગર પાલિકા દ્વારા 1 જાન્યુઆરીથી ડોર ટુ ડોર કામગીરી શરુ કરવામાં આવી છે અને 28 જેટલા વાહન રાખવામાં આવ્યા હોય જે અલગ અલગ વિસ્તારમાં કચરો લેવા આવતા હોવાના દાવા કરાયા છે પરંતુ મોરબીના વોર્ડ 2 વિસ્તારમાં આવેલ વીસી પરા અને આસપાસ વિસ્તાર,વોર્ડ 4 માં આવતા નઝર બાગ સ્ટેશન આસપાસ વિસ્તાર વાવડી રોડ,સુરજ બાગ,ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયેલ હોવા છતાં ડોર ટુ ડોર વાહન કે પછી રોડ રસ્તા પર સફાઈ કરવા કર્મચારી ન આવતા હોવાની રાવ ઉઠી છે ગટરમાથી નીકળેલ કચરો ભીનો હોય સુકાય પછી તેને ઉપાડી શકાય
પાલિકા વિસ્તારમાં હાલ 50 જેટલી રેકડી છે અલગ અલગ 4 ઝોન વિસ્તારમાં ફાળવી છે અને જેનાથી કચરા નિકાલ થાય છે જ્યાં ખુલ્લી ગટરછે અને ત્યાંથી કચરો બહાર કાઢ વામાં આવે છે તે ભીનો હોય તે તરત ન ઉપાડી શકાય આ કચરો સુકાય પછી જ કર્મચારી તેને ઉપાડે છે જો ભીનો કચરો ઉપાડે તો રોડ પર ભીનો કચરો પડે અને તેના કારણે રોડ પર પણ ગંદકી થાય પાલિકા ના તમામ કર્મચારી યોગ્ય કામગીરી કરતા હોવાનો દાવો સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિહ જાડેજા એ કર્યો હતો

