હળવદ પંથક ખનીજ ચોરી માટે બદનામ છે તેમાં પણ બ્રાહ્મણી નદીમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોય છે જે અંગે ગ્રામજનોની ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરતી હોય છે ત્યારે ગત રાત્રીના ફરી એકવાર ખાણ ખનીજ વિભાગ અધિકારી જગદીશ વાઢેરની સુચના આધારે રોયલ્ટી ઇન્સ્પે કટર આર કે કણસાગરા માઈન્સ સુપર વાઈઝર એમ આર ગોજીયા તેમજ સર્વેયર યુ જી સુવા,એમડી ઉમરાણીયા સહિતના હળવદ તાલુકા ચાડધ્રા ગામની હદમાં બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવી હતી અને જીજે 36 S 26 42 નંબરનું લોડર તેમજ રેતી ભરેલા જીજે36 એક્સ 1928,જીજે 36 વી 9318 તેમજ જીજે 36 વી 9317 એમ ત્રણ ટ્રક મળી રૂ એક કરોડ દસ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને હળવદ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી અને કેટલા સમયથી રેતી ચોરી ચાલતી હોય અને કેટલી રકમની રેતી ચોરી થઇ તે અંગે તપાસ હાથ ધરી છે
હળવદમાં બ્રામણી નદીમાં રેતી ચોરી પકડાઈ,3 ડમ્પર,લોડર મળી રૂ.1.10 કરોડનો મુદામાલ જપ્ત
RELATED ARTICLES

