Tuesday, October 28, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર પાસે નિર્માણધીન બ્રીજ માટે સરકારે વધુ રૂ.9 કરોડ મંજુર કર્યા...

મોરબીના મહેન્દ્રનગર પાસે નિર્માણધીન બ્રીજ માટે સરકારે વધુ રૂ.9 કરોડ મંજુર કર્યા : કાંતિભાઈ અમૃતિયા

મોરબી પીપળી રોડ અને મોરબી હળવદ રોડને જોડતા મહેન્દ્રનગર ચોકડી પાસે સતત વધતા ટ્રાફિકને ધ્યાને લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા ઓવર બ્રીજ નિર્માણની દરખાસ્ત કરી જેને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી આ કામ શરુ થયા બાદ સ્થાનિક વેપારીઓની રજૂઆત હતી કે બ્રીજની હાલ જે ડીઝાઇન છે તે મુજબ તૈયાર થશે તો આસપાસના વેપારીઓને હાલાકી થશે જેથી તેની ડીઝાઈન બદલવામાં આવે તેવી ધારસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરતા સરકાર દ્વારા બ્રીજની લંબાઈ વધારી વધારાના ચાર ગાળા બનાવવાને મંજુરી આપી છે અને મહેન્દ્રનગર ચોકડી પર બનતા, ફ્લાય ઓવર પર, વધારાની સુવિધા માટે, વધુ ₹ 9.00 કરોડના કામને મળી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ મંજુરીથી 4 મહિના થી બંધ પડેલા બ્રીજની કામગીરી ફરી એકવાર શરુ થશે.

નેશનલ હાઇવેથી હળવદ રોડ પર, મહેન્દ્રનગર ચોકડી પર, બની રહેલા ફ્લાય ઓવરમાં, જે તે વખતે વાહન વ્યવહાર માટે 35 મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેમાં તેઓએ હાલ જે સ્થળે બ્રીજ નિર્માણ થઇ રહ્યો છે તે ટ્રાફિક અવર જવર એરિયા હોય તેમજ મોટા પ્રમાણમાં શોપિંગ કોમ્પલેક્સ હોય અને તેના કારણે ભવિષ્યમાં પાર્કિંગ સમસ્યા ઉભી થઈ શકે તેમ છે જેથી વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા 35 મીટરના વધારાના ચાર ગાળા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. જેથી હવે 35 મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે.

આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં ₹ 9.00 કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ 2025 માં પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે આ તકલીફ સહન કરવા મોરબીની જનતાને સહકાર આપવા અપીલ કરી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page