HomeGujaratગટર સફાઈ કામમાં જોડાયેલ કર્મીને સુરક્ષા સાધનો ખરીદી માટે રૂ 50...

ગટર સફાઈ કામમાં જોડાયેલ કર્મીને સુરક્ષા સાધનો ખરીદી માટે રૂ 50 હજાર સુધીની સહાય મળશે

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને
ગ્રામપંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કર્મીઓને તેમનું કાર્ય સરળ બનાવવા તેમજ આર્થિક સહાય
આપવાના ઉદેશ્ય સાથે જરૂરી ઉપકરણો અને સલામતિના સાધનો જેવાકે ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ
સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત
રૂા.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ
મંગાવવામાં આવી છે. મોરબી જિલ્લામાં લાયકાત ધરાવતા સફાઈ કામદારો તારીખ: તા.૨૯ ફેબ્રુઆરી સુધીમાં નિગમની
વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે
અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકની –
કચેરી રૂમ નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૦૬/૦૩/૨૦૨૪ નાં રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં
જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા, ગુજરાત
સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) મોરબીએ જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW