લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય થવા લાગ્યા છે અને કાર્યકરો અને આગેવાનો ચૂંટણી કામગીરીમાં જોડાય તે માટે લાંબા સમયથી ખાલી પડી હોય અથવા જે જિલ્લામાં હોદેદારોની બદલીની જરૂર હોય તે હોદાઓ પર ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા હોદેદારો નિમણુક કરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી જિલ્લા કોંગ્રેસના માળખામાં બદલાવ માટે મથી રહી હતી તે બદલાવ શરુ કરી દીધો છે અને તેના ભાગ રૂપે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી દ્વારા આજે ગુજરાત રાજ્યના 11 જિલ્લાના પ્રમુખના નામની યાદી જાહેર કરી છે આ ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને વાઈસ ચેરમેનઓની નિમણુંક કરવામાં આવેલ છે.}
ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં (૧) મનોજ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો, (૨) મનોજ ભીખાભાઈ જોષી – જુનાગઢ શહેર, (૩) નૌશાદ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો, (૪) કિશોર ચીખલીયા – મોરબી જિલ્લો, (૫) હિતેશ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર, (૬) હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો, (૭) અશોક નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો, (૮) રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો, (૯) ધનસુખ ભગવતીપ્રસાદ રાજપુત – સુરત શહેર, (૧૦) દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, (૧૧) વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, (૧૨) અતુલ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર, (૧૩) અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો, (૧૪) ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો, (૧૫) ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની તથા ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનઓ તરીકે રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ),મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથારાજુભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા દિલ્હીથી કરવામાં આવેલ નિમણુંકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આવકારી હતી.


