મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર ફાટક પાસે ગાયોના ઘણ ઉપર ઘાત ઉતરી હતી. જેમાં ધસમસતી ટ્રેનની ગાયોના ઘણને જોરદાર ટક્કર લાગતા આઠ જેટલી ગાયોના કરુણ મોત થતા ગૌપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ હતી. જ્યારે બે ગાયો ઇજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે યદુનંદન ગૌશાળામાં ખસેડાય છે.મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા ઉપર ચોકડી પાસે ફાટક ઉપર રહેલા ગાયોના ઘણ ઉપર યમરાજ ત્રાટકયા હોય એમ આજે સાંજે અહીંથી પસાર થતી ટ્રેનની હડફેટે ગાયોનું ઘણ ચડી જતા ટ્રેનની નીચે કચડાઈ જવાથી આઠ જેટલી ગૌમાતાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગાયોને ઇજા પહોંચી હોવાથી સેવાભાવી યુવાનોએ આ ગાયોને સારવાર માટે યદુનંદન ગૌશાળા ખાતે ખસેડી છે. સેવાભાવી યુવાનોએ ભારે મહેનતથી મૃતક તમામ ગાયોને રોડની સાઈડમાં ખસેડી આ મૃતક ગાયોના અંતિમ સંસ્કાર માટેની તજવીજ હાથ ધરી છે.

