HomeGujaratમોરબી પાલિકામાં સર્વર ડાઉન થતા જન્મ મરણ પ્રમાણ પત્ર માટે આવેલા અરજદારોને...

મોરબી પાલિકામાં સર્વર ડાઉન થતા જન્મ મરણ પ્રમાણ પત્ર માટે આવેલા અરજદારોને થયા ધક્કા 

મોરબી નગરપાલિકામાં જન્મ મરણ પ્રમાણપત્ર લગ્ન નોધણી પ્રમાણ પત્ર તેમજ વેરા વસુલાત સહિતની કામગીરી રાજ્ય સરકારની e નગર વેબ સાઈટમાં થતા હોય છે જોકે રાજ્ય સરકારનું જી સ્વાન નેટવર્ક એટલી ગોકળ ગતિ ચાલે છે કે અવાર નવાર સર્વરડાઉન થવાની સમસ્યા ઉભી થાય છે અને તેના કારણે અરજદારોના કામ સમય સર પૂર્ણ થતા નથી ગત સપ્તાહમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસની જાહેર રજા તેમજ સોમવારે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ હોવાના કારણે જિલ્લાભરમાં સરકારી કચેરીમાં રજા જાહેર કરવામાં આવતા એક્ સાથે ત્રણ દિવસની રજા આવી હતી ત્રણ દીવસની રજા ના કારણે અનેક અરજદારોના કામ અટકી પડ્યા હતા ખાસ કરીને જન્મ મરણ પ્રમાણ પત્ર લગ્ન નોધણી પ્રમાણ પત્ર મેળવવાની કામગીરી માટે અરજદારો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ આવી પહોચ્યા હતા પરંતુ સવારથી સર્વર ડાઉન હોવાથી કોઈ પણ પ્રકારની કામગીરી થઇ શકી ન હતી અને તેના કારણે જન્મ મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈન લાગી ગઈ હતી કલાકો સુધી તેમના કામ ન થતા અરજ્દારોને મુશ્કેલી વેઠવી પડી હતી મોરબી નગરપાલિકા માં સપ્તાહના દરમિયાન અવારનવાર સર્વર ડાઉન રહેતા હોવાથી કામગીરી અટકી પડતી હોય છે અને તેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડતો છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW