આર્ય સમાજના સ્થાપક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે ગત તા 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુ આરી દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની આર્ય સમાજ સંસ્થા દ્વારા જોર શોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે દેશ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની મુખ્ય અતિથી પડે સમાપન સમારોહ યોજયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલે હાજર રહ્યા હતા
સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા સમારોહ સ્થળ પર પોતાના સંબોધનમાં ટંકારા વાસીઓને રાજીનારેડ કરી દે તેવી જાહેરાત કરી હતી સીએમ પટેલે ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોની માંગણી હતી જે માંગણીને રાજ્ય સરકાર હકારાત્મક રીતે લઇ અમારા વિભાગ પાસેથી ટેકનીકલ પ્રકિયા પૂર્ણ કરી નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી આ ઉપરાંત ટંકારાના મધ્યમાંથી પસાર થતા ફ્લાયઓવર બ્રીજને મહર્ષિ દયાનંદ સરસ્સ્વતી નામ આપવાની જાહેરાતને સમર્થન આપ્યું હતું આ ઉપરાંત તેઓ દ્વારા ટંકારા ખાતે નિર્માણ પામનાર જ્યોતિ તીર્થ માટે જમીન ફાળવણી કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું
સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા મોરબી જિલ્લાના બે મહાન સંત શ્રીમદ રાજચંદ્રજી તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમગ્ર માનવ સમાજને આપેલ અમુલ્ય ભેટને યાદ કરી હતી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેદ્ર મોદી દ્વારા મહર્ષિ 200 મી જન્મ જયંતીની બે વર્ષ સુધી યાદગાર ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી દેશની સરકાર તેમજ રાજ્યની સરકાર મહર્ષિ દયાનંદ જેવા મહાન ઋષિના આદર્શોથી ચાલી રહી છે ભૂતકાળમાં સમગ્ર મુઘલ અને અંગ્રેજોના શાસનમાં ભારતની સંસ્કૃતિ અને મુલ્યોને નામશેષ કરવાની શુંનિયોજિત કાવતરા ચાલતા હતા તેમના વચ્ચેમહર્ષિ દયાનંદ જેવાં અનેક ઋષિઓ અને મહાત્માએ ભારતની સંસ્કૃતિ અને તેના મુલ્યોને સાચવવા અને તેના આગળ વધારી નવી ચેતના જગાડવાનું કામ કર્યું હતું