HomeGujaratમોરબીમાં ઉચું વ્યાજ ઉઘરાણી કરનાર વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં ઉચું વ્યાજ ઉઘરાણી કરનાર વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં વૃદ્ધે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય અને તે વ્યાજે લિધેલ પૈસાનું ઉંચુ વ્યાજ ચૂકવેલ હોય તેમ છતા આરોપીએ વધું પૈસા પડાવવાના હેતુ વૃદ્ધ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરી રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબી પંચાસર રોડ જનતા ટાઈલ્સમા રહેતા જયંતિલાલ મીઠાભાઈ પરમાર (ઉ.વ.60) એ આરોપી રવીભાઈ રાજુભાઇ જીલરીયા રહે. મોરબી કંડલા બાયપાસ આનંદનગર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.08-12-2023 થી આજદીન સુધી આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ દસ્તાવેજ લઇ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ભોગ બનનાર જયંતીલાલે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW