HomeGujaratટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ: 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણ...

ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ: 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરી થાય છે અને જેને લઈને અવાર નવાર ખાણ ખનીજ વિભાગ, સ્ટેટ મોનિટરીંગ સેલ, મોરબી એલસીબી અને હળવદ પોલીસ દ્વારા કામગીરી કરી રેતીચોરી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં રેતીચોરી અટકવાનું નામ લેતું નથી. ત્યારે ફરી એકવાર હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરી ઝડપાઈ છે. હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ.અંબારીયા દ્વારા ટીકર ગામે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે એક હિટાચી મશીન અને એક ડમ્પર મળી 60 લાખના મુદ્દામાલ સાથે સુરેશભાઈ બાલુભાઈ બાલસાનીયા, રિયાઝઅલી લાલમોહમદ અન્સારી, ભરતભાઈને ઝડપી પાડ્યા હતા. જેમાં ડમ્પર નંબર GJ-36-x-1928 અને એક નંબર પ્લેટ વિનાનું હિટાચી મશીન ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW