વાંકાનેર શહેરના મચ્છુ નદી કાઠે આવેલા અલગ અલગ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 5 જુગારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ સહિતનો મુદામાંલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર શહેરના મચ્છુ નદી કાઠે આવેલા ટાઉન હોલ પાસેથી પોલીસે છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેકા, રધુભાઇ અમરશીભાઇ સારદીયા, મેહુલભાઈ વિનયચંદ્ર મારૂને ઝડપી લીધા હતા તો બીજા એક બનાવમાં વાંકાનેરના મચ્છુ નદીના કાંઠે આવેલા ઇંટૂના ભઠ્ઠા વિસ્તારમાં જુગાર રમતા અબ્દુલભાઈ મુસાભાઈ ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામાને ઝડપી લીધા હતા બન્ને સ્થળ મળી પોલીસે કુલ 3790 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

