HomeGujaratમોરબી બ્રીજ દુર્ઘટના બાદ 4 લોકોની માનસિક સ્થિતિ નાજુક,સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ...

મોરબી બ્રીજ દુર્ઘટના બાદ 4 લોકોની માનસિક સ્થિતિ નાજુક,સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

મોરબી ના ઝુલતા પુલ દુર્ઘટનાને સવા વર્ષ કરતા પણ વધારે સમય થવા આવ્યો છે અને આ ઘટના હજુ પણ મોટા ભાગના મોરબી વાસીઓની નજર સામે ફરતી રહે છે તેમાં પણ જે પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેના પરિવાર હજુ આઘાતમાંથી બહાર નીકળી નથી શક્યા કોર્ટ દ્વારા પરિવારના માનસિક સ્થિતિ અંગે તપાસ કરવા સરકારને આદેશ કર્યો હતો જેના આધારે રાજ્ય સરકારે મોરબી વહીવટી તંત્રને પરિવારની માનસિક સ્થિતિ અંગે તપાસ કરાવી હતી જેમાં 4 લોકોની માનસિક સ્થિતિ હજુ નાજુક હોવાનું સામે આવ્યું હતું આ અંગે નું સોગંદ નામું તેમજ તેને લગતા રીપોર્ટ અને દસ્તાવેજ આજે સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જે બાદ હાઈ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે દુર્ઘટનામાં અસર ગ્રસ્ત પરિવારને સાચવવાની જવાબદારી ઓરેવા ગ્રુપની છે, કોર્ટે આ કેસની વધુ સુનવણી માટે આગામી 26 મી ફેબ્રુઆરી નક્કી કરી હતી

બીજી તરફ મોરબી સેસન્સ કોર્ટમાં પણ પીડિત પરિવાર દ્વારા ઝુલતા પૂલ દુર્ઘટનામાં ફરિયાદમાં આરોપીઓ 302ની કલમ ઉમેરવા અરજી કરી હતી જેના પર અગાઉ સુનવણી હાથ ધરાયા બાદ આજની મુદત આપવામાં આવી હતી જોકે ત્યાં પણ કોઈ પણ પ્રકારની દલીલ હાથ ધરાઈ ન હતી અને આ અંગે નવી મુદત પડી છે આગામી 6 ફેબ્રુઆરીના રોજ ફરી સુનવણી હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW