HomeGujaratમોરબીના ડીડીઓ એ 22 દિવ્યાંગ બાળકોના ઓડિયોગ્રામ રિપોર્ટ ની વ્યવસ્થા કરી આપતા

મોરબીના ડીડીઓ એ 22 દિવ્યાંગ બાળકોના ઓડિયોગ્રામ રિપોર્ટ ની વ્યવસ્થા કરી આપતા

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ. ડી. જાડેજાનાં માર્ગદર્શનમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટે ગત તા 15 અને 16 જાન્યુઆરીના રોજ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબી જિલ્લાના કૂલ 30 સાંભળવામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું આ 30 દિવ્યાંગ બાળકોનાં દિવ્યાંગતા પ્રમાણપત્ર UDID કાર્ડ આપવા માટે ઓડીયોગ્રામ રિપોર્ટ કરાવવાનું આવશ્યક હોય જે રીપોર્ટની સુવિધા મોરબી જિલ્લામાં ઉપલબ્ધ ન હોય જેથી આવા બાળકોને રાજકોટ કે અન્ય જિલ્લા માં મોકલવાની જરૂર પડતા તા 23 જાન્યુઆરીના રોજ રાજકોટ અને જામનગર મેડિકલ કોલેજ ખાતે કુલ 2 ટીમ અને 2 બસના રૂટ બનાવીને મોકલવામાં આવ્યા હતા. આ બંને રૂટમાં દિવ્યાંગ બાળકોનાં માતા પિતા પણ સાથે બેસીને રાજકોટ અને જામનગર ખાતે જઈ શકે તે માટે બસ તેમજ જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રયત્નો થકી કૂલ 22 દિવ્યાંગ બાળકોનાં ઓડિયોગ્રામ રિપોર્ટ સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા હતા..

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW