મોરબી પંથકમાં સોમવારના રોજ અલગ અલગ વિસ્તારમાં આપઘાતની ત્રણની ઘટના બની હતી જેમાં એક 20 વર્ષીય પરણીતા, 65 વર્ષીય વૃદ્ધ સહિતના ત્રણ લોકોના મોત થયા હતા બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા મજુરી કામ કરતા મિતલબેન ખુમસીંગ ધાણક નામની 20 વર્ષીય પરણીતાએ ગત તા.18ના રોજ રાત્રીના પોતાના ઘરે કોઈપણ કારણોસર કોઇ ઝેરી દવા પી જતા લેતા સારવાર માટે જેતપર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારમાં મોરબી સિવિલ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી સારવાર દરમિયાન મિતલબેનનું મોત નીપજ્યું હતું. આપઘાત મોતનો બીજો બનાવ જેતપર ગામમાં જ બન્યો હતો જેમાં ગત તા 22 ના રોજ ચમરીયાભાઇ રૂપસીંગભાઇ ચૌહાણ અગમ્ય કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બન્ને ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
આપઘાતનો ત્રીજો બનાવ શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મી સોસાયટી માં બન્યો હતો જ્યાં ચિરાગ હીરાભાઈ ફાંગલીયા નામના 20 વર્ષીય યુવાને અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

