સુરેન્દ્રનગર જીલ્લામાં સતત વાહન અક્સમાતની ઘટના બની રહી છે અને વાહન ચાલકોના મોત થઇ રહ્યા છે મંગળવારે મોડી રાત્રે મૂડી સરલા રોડ પર આવો જ એક ગંભીર ઘટના બની હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્ય હતા જયારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી
બનાવની મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના મૂડી સરલા રોડ પર મોરબી જિલ્લાના વાંકાનેર પંથકના એક પરિવાર બુધવારે મોડી રાત્રે તેની કાર લઈને જતા હતા તે દરમિયાન એક કોલસા ભરેલા ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર એક પ[પરિવારના ત્રણ સભ્યો કરમશીભાઈ ડાભી પાંચુબેન ડાભી તેમજ મહેશભાઈ ડાભીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પાચ વર્ષના બાળકનો બચાવ થયો હતો આ ઉપરાંત રોહિતભાઈ દુદમીયાને ઈજા પહોચી હતી બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્તને તેમજ મૃતકોને મુડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો ગંભીર રીતે ઈજા પામનાર રોહિતભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
બનાવનું કારણ કોલસા ભરેલ ટ્રકમાં કોઈ પણ પ્રકારના રીફ્લેકટર બેક લાઈટ ન હોય તેમજ ટ્રક કોઈ કારણસર બંધ પડ્યો હોવાથી કાર ચાલક જાણી શક્યો ન હતો અને અચાનક ટ્રક સામે આવી જતા પાછળના ભાગે ઘુસી ગયો હતો


