અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ત્યારે બગથળા આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓએ બાલ સ્વરૂપ રામ,લક્ષમણ,જાનકીના વેશ પરિધાન કરી વાતાવરણ રામમય બનાવી દીધું હતું.આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં.આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડીના પરમાર મનીષાબેન,ઠોરિયા ભાવિકાબેન,ચાવડા દયાબેનએ જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે પાયલબેન ડાંગર ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

