મોરબીની જેલમાં હત્યા કેસમાં સજા ભોગવી રહેલા સુનિલ લાભુભાઈ કોટડીયા નામના કેદીને પથરીના સમસ્યા હોય, અને અવારનવાર દુખાવાની ફરિયાદ રહેતા તેની સારવાર ચાલી રહી છે અને આ બીમારીને કારણે તે દરરોજ દુખાવાની ગોળીઓ પણ લેતા હોય દરમિયાન 2 ગોળી વધુ ખાઈ લેતા તેનું રિએક્શન આવતા તબિયત લથડી હતી. જેથી પ્રથમ તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેદીની તબિયતમાં સુધારો થયો હોવાનું સામે આવ્યું છે

