ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ તેમજ માણસ જીવ માટે જોખમી એવા ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં મોરબીના ધરમ પુર ગામમાં ચાઈનીઝ ફિરકી લઈને ફરતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્રાજપર રહેતાં રાહુલ દેવજી વરાળિયા નામના શખ્સને ધરમપુર ગામના ઝાપામાંથી ચાઇનીઝ કંપનીની મોનોસ્કાય ચાઇનીઝ દોરીની રું.600ની કિંમતના ફીરકી નંગ-૨ પકડી પાડી હતી જે બાદ આરોપી વિરૂધ્ધ.જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી ના જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

