HomeGujaratકમોસમી વરસાદની આગાહી વચ્ચે જીલ્લામાં કડકડતી ઠંડી પડશે લઘુતમ તાપમાન 10 ડીગ્રી...

કમોસમી વરસાદની આગાહી વચ્ચે જીલ્લામાં કડકડતી ઠંડી પડશે લઘુતમ તાપમાન 10 ડીગ્રી સુધી ગગડશે  

આગામી 8થી 10 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લા તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અઆગાહી વ્યક્ત કરી છે અને આ કમોસમી વરસાદની સાથે  મોરબી જિલ્લામાં ઠંડી નું જોર વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાંઆવી છે હવામાન વિભાગ દ્વારા 6 થી 11 જાન્યુઆરી દરમિયાન લઘૂતમ તાપમાનવધુ ગગડે તેવી સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આ પાચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસથી પણ નીચું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવમાં આવીછે ઠંડીનું જોર વધતા જીલ્લામાં કોલ્ડવેવનો અનુભવ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 અગામી 6 અને 7 જાન્યુઆરી દરમિયાન  પવનની ગતિમાં સામાન્ય વધારો થતા 18 થી 19 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન  ફુંકાઈ શકે છે  લઘુતમ તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસ તેમજ મહતમ તાપમાન 29 ડીગ્રી વચ્ચે રહેવાના કારણે  વહેલી સવારે અને રાત્રે કાતિલ ઠંડીની જયારે દિવસ દરમિયાન  પણ હળવી ઠંડીનો  અહેસાસ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરી છે. તો 8 થી 10  વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે જીલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન ઠંડીનું જોર વધવાને કારણે સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે ખાસ કરીને નાના બાળકોને સાંજના અને રાતના સમયે ઘરની બહાર ન લઇ જવા તેમજ શક્ય હોય ત્યાં ઘરમાં પણ ગરમ વસ્ત્ર પહેરાવી રાખવા સલાહ આપવામાં આવી છે. આ વહેલી સવારે અને રાત્રે ઘરની બહાર  જતા લોકોને પણ સંપૂર્ણ શરીર ઢંકાય તેવા ગરમ વસ્ત્ર પહેરવા સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW