વાંકાનેરના મહિકા ગામના વતની અને સુરતમાં વેપાર કરતા યુવાને વ્યાજખોરોના ત્રરાસથી કંટાળી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી એસપી કચેરી બહાર ગુરુવારે બપોરના સમયે અચાનક એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન દ્વારા નિવેદન નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના મહિકા ગામનો વતની સુરતમાં મેડીકલ સ્ટોર ચલાવતા ઈલ્મુદીન હબીબભાઈ બાદી એ 2020ની સાલમાં વાંકાનેરના એઝાઝ હુસેન મહમદ ઇકબાલ કાદરી અને નિવૃત આર્મીમેન પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા નામના વ્યાજખોરો પાસેથી મિલકત ગીરવે મૂકી રૂ 30 લાખ જેટલી રકમ 5 ટકા લેખે વ્યાજે લીધી હતી શરુઆતના સમયમાં મહીને 1.5 લાખ જેટલું માસિક વ્યાજ ચુકવ્યું હતું પરંતુ કોરોનાના સમયમાં તેનો વ્યવસાય ઠપ્પ થઇ જતા વ્યાજ સમયસર ચૂકવી શક્યો ન હોવાથી આરોપીઓએ પઠાણી ઉઘરાણી શરુ કરી હતી અનેતેની જમીન, રૂ 10 લાખની કિમતની એક કાર સહિતનો મુદામાલ પડાવી લીધા હતા આ ઉપરાંત વારંવાર અપહરણની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી આ ઉપરાંત આરોપી એ વાંકાનેરના જીનપરા ખાતે આવેલ કાદરી બાપુની ઓફિસે બોલાવી ઉઘરાણી કરી ધમકી આપી હતી. જે બાદ તેને વાંકાનેર પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોધાવી હતી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી વારંવાર ઉઘરાણી અને જે મિલકત ગુમાવી હતી તે પરત ન મળતા ન્યાયની માંગણી સાથે એસપી ઓફીસ બહાર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેને સારવાર અર્થે સવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

