HomeGujaratમોરબી રેલ્વે સ્ટેશનથી રોહીદાસપરા તરફ અવન જવન માટે ઓવર બ્રીજ કરવા માંગ

મોરબી રેલ્વે સ્ટેશનથી રોહીદાસપરા તરફ અવન જવન માટે ઓવર બ્રીજ કરવા માંગ

મોરબીના મુખ્ય રેલ્વે સ્ટેશન નજીક આવેલા વિસીપરા અને રોહીદાસપરા સહિતના અલગ અલગ વિસ્તાર આવેલા હોય જેમાં મોટાભાગના લોકોને અવન જવન માટે વીસી ફાટક એક માત્ર રસ્તો છે જોકે દિવસ દરમિયાન અહી વારંવાર ટ્રેન આવવાના કારણે ફાટક બંધ રહે છે જેથી લોકોની કલાકો વેડફાઈ જતી હોવાથી સ્થાનિકો એ રાજકોટ ડીવીઝનના ડીવીઝન મેનેજરને તેમજ મોરબી રેલવે સ્ટેશન ના મેનેજરને પત્ર લખી ઓવરબ્રિજ બનાવવા માગણી કરી છે
મોરબી શહેરનો વિસીપરા અને રોહીદાસ પરા વિજયનગર તેમજ આસપાસનો વિસ્તાર રેલવે ટ્રેકથી ઘેરાયેલ હોય અને દિવસ દરમિયાન અહી થી રેલ્વેની અવર જવર રહેતી હોવાથી દીવસ દરમિયાન રેલ્વે ફાટક વારંવાર બંધ થઇ જતી હોય છે જેના કારણે સ્થાનિકોને દિવસમાં અનેક વખત વીસી ફાટક તેમજ નવલખી એમ બન્ને ફાટક પર કલાકો સુધી ઉભા રહેવું પડે છે જેથી અને જેથી આ મુદે સ્થાનિકો દ્વારા તેમને પડતી હાલાકી મુદે પશ્ચિમ રેલ્વે ના રાજકોટ ડીવીઝનના ડીવીઝન મેનેજરને તેમજ મોરબી રેલવે સ્ટેશન ના મેનેજરને પત્ર લખી સ્થાનિકો ની મુશ્કેલીને ધ્યાને લઇ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે તેવી માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW