સમગ્ર ગુજરાતની નેશનલાઈઝ બેંકમાં મોટા ભાગનો સ્ટાફ બિન ગુજરાતી હોય છે અને આ સ્ટાફ ગુજરાતી ભાષાથી અજાણ રહે છે બીજી તરફ બેંકમાં આવતા મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર અથવા ઓછું શિક્ષણ મેળવેલા હોય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હિન્દી ભાષા જાણતા ખાતા ધારકોની સંખ્યા નહિવત રહે છે અને તેના કારણે બેંકમાં આવતા ખાતેદારો અને બેંક કર્મીઓ વચ્ચે સંવાદ યોગ્ય રીતે થઈ શકતો નથી પરિણામે ખાતા ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
ગામડાની બેંકોમાં હિન્દી ભાષી આવતા પુરતી સગવડ સહકાર મળતો નથી. જેમકે હિન્દીમાં બોલવાની ફરજ પાડે છે. હિન્દીમાં બોલો તો જ જવાબ આપે છે નહીંતર જવાબ આપતા નથી. ગુજરાતી સમજતા નથી તેથી માણસો ખાતા બંધ કરી બીજે પ્રાઇવેટ બેંક કે ડીસ્ટ્રીકટ બેંકમાં જતા રહે છે. પૈસા જમા કરવાના ફોર્મ, ખાતા ખોલવાના ફોર્મ ભરી આપતા નથી.બેન્કના સમયમાં મોટા ભાગે આ બેંક કર્મી ફોનમાં વ્યસ્ત હોય છે બીજી તરફ પબ્લીક લાઈનમાં રાહ જોતી ઉભી હોય છે. તે ચાલુ બેકે સ્ટાફે મોબાઈલ સ્વીચ ઓફ રાખવા જોઈએ આ અંગે મે મોરબી શાખામાં અને રીજીનયમાં ફરીયાદ કરેલ તો કોઈ જવાબ મળતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે
ગામડાની પબ્લીક સાથે કોઇ કોન્ટેક નથી. બેંકમાંથી ઘરે અને ઘરેથી બેંકમાં આ સિવાય બીજું કામ નથી ગામડે ડીપોઝીટ કે ધીરાણ માટે સર્વિસ એરીયાના ગામડામાં જતા નથી, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બિન ગુજરાતી બેંક કર્મચારીના કારણે બેંકનો વહીવટ ખડે હોવાના આક્ષેપ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી અને કોંગી અગ્રણી કે ડી બાવરવાએ સીએમને પત્ર લખી બીજા રાજ્યમાંથી આવતા બેંક કર્મીઓને બદલે ગુજરાતના સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવા તમજ બહારના કર્મચારીને ગુજરાતી લખવા,વાંચતા,બોલતા આવડતું હોય અને છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તો જ લઇ શકાય તેવા લેવા માંગણી કરી છે